રિઝર્વ બેન્કે બેન્કોની રજાની સત્તાવાર જાહેરાત કરી છે. જે મુજબ શ્રાવણ મહિનામાં શનિવાર રવિવાર ઉપરાંત અન્ય તહેવારો આવતા હોવાથી આખા મહિના દરમિયાન 17 દિવસ સુધી બેન્કો બંધ રહેશે. 17 દિવસ સુધી બેન્કો બંધ રહેવાની હોવાથી લોકોને તહેવારો સમયે જ આર્થિક વ્યવહારો કરવામાં મુશ્કેલી પડવાની શક્યતા છે.
ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો આવે છે. જેમાં મુખ્યત્વે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, પારસીનું નવું વર્ષ તેમજ સ્વતંત્રતા દિવસનો સમાવેશ થાય છે. આ તમામ દિવસોએ બેન્કોમાં સંપૂર્ણ રજા રહેશે. જેથી આ દિવસો દરમિયાન બેન્કોમાં ક્લિયરિંગ, રોકડનો જમા-ઉપાડ, ટ્રાન્સફર સહિતના આર્થિક વ્યવહારો પ્રભાવિત થશે. 1લી ઓગસ્ટે ગંગટોકની બેંકો બંધ રહેશે. તે સિવાય 7, 14, 21, 28મીએ રવિવારની રજા રહેશે. 15મીએ સ્વતંત્રતા દિવસની રજા રહેશે. 18મીએ ભુવનેશ્વર, કાનપુર સહિતના શહેરોની અને 19મીએ ગુજરાત, ભોપાલ સહિતની બેંકો જન્માષ્ટમી નિમિત્તે બંધ રહેશે. 31મીએ ગણેશ ચતુર્થીની રજા રહેશે. કયા દિવસે બેન્કો બંધ રહેશે તેની યાદી રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવી છે.