Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નના કેસમાં બેંક કર્મચારીને એક વર્ષની સજા

ચેક રિટર્નના કેસમાં બેંક કર્મચારીને એક વર્ષની સજા

- Advertisement -

- Advertisement -

જામનગર મોટી ખાવડી ખાતે વસવાટ કરતા ખોડુભા હેંમતસીંહ જાડેજા ત્થા આઈ.સી.આઈ.સી.આઈ. બેંક લી મોટી ખાવડી ખાતે કામ કરતા આરોપી ભાર્ગવ દિનેશભાઈ દવે સાથે મિત્રતા હોય, આરોપીએ પોતાને અંગત જરૂરીયાત માટે ફરીયાદી પાસેથી રૂપિયા બે લાખની માંગણી કરતા ફરીયાદી ખોડુભા જાડેજાએ આરોપીને મદદરૂપ થવાના શુભઆશયથી બે લાખની રકમ હાથ ઉછીની આપેલી, આ રકમ ચુક્વવા માટે આરોપીએ થોડો સમય માંગેલ, અને થોડો સમય પસાર થતા ફરી આ હાથ ઉછીની રકમની પરત માંગણી કરતા આરોપીએ તેમના ખાતાનો ચેક ફરીયાદીને આપેલ આમ, ચેક આપ્યા બાદ આરોપીએ ફરીયાદી ઉપર જોડીયા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુન્હો નોંધાવેલ અને ફરીયાદ કરેલ, ત્યારબાદ ફરીયાદીએ આ ચેક પોતાના ખાતામાં ભરણા માટે મોકલતા આ ચેક અપુરતા નાણા ભંડોળના શેરાથી પરત ફરેલ, જેથી આરોપીને ફરીયાદીએ તેમના વકીલ મારફત લીગલ નોટીસ મોકલેલ પરંતુ આરોપીએ આ નોટીસનો કોઈ જવાબ આપેલ નહી અને ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પણ ચુક્વેલ નહી, જેથી ફરીયાદીએ નામ઼ અદાલત સમક્ષ નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફરીયાદ દાખલ કરેલ, આ ફરીયાદ ચાલી જતાં, આરોપી કોર્ટમાં હાજર થયેલ અને તેમના વકીલ મારફત ફરીયાદીની ઉલટતપાસ કરવામાં આવેલ અને સાક્ષ્ાીઓની તપાસ કરવામાં આવેલ ત્યારબાદ કેશ દલીલ ઉપર આવેલ, જેમાં આરોપી તરફે દલીલો થયેલ કે, ફરીયાદી અને આરોપી વચ્ચે કોઈ જ વ્યવહાર જ થયેલ નથી, ફરીયાદી અને આરોપી મિત્ર જ નથી, ફરીયાદીના મિત્ર રવુભા સાથે આરોપીને વ્યવહાર હોય અને તે બાબતે રવુભાએ ફરીયાદ દાખલ કરેલ છે, અને રવુભા અને ખોડુભા બંન્ને મિત્ર હોય અને સંબંધી હોય, રવુભાની ઉધરાણી કરવા માટે આરોપીનું અપહરણ કરી અને જોડીયા ખાતે લઈ ગયેલ હતા અને ખોટી રીતે આરોપીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને કોરો ચેકો અને લખાણો કરાવી લીધેલ છે, જે ચેકોના ખોટા કેશ કરેલ છે, જેની સામે ફરીયાદ પક્ષ્ો દલીલો થયેલ કે, વ્યવહાર વર્ષ ર017ના અરસામાં થયેલ છે, અને જે અપહરણની ફરીયાદ કરવામાં આવેલ છે તે પંચનામાં અને ફરીયાદમાં ક્યાંય ચેકો પડાવી લીધેલ છે ચેક નંબરો અંગેનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવેલ નથી અને તેમ છતાં પણ આરોપી ધ્વારા એવો બચાવ લેવામાં આવેલ છે કે, તેમનું અપહરણ કરી અને તેમના પાસેથી લખાણ કરાવી લીધેલ છે અન ે તમે ના ચેકનો દુરઉપયોગ કરવામા આવેલ છે અને આ કેશ કરવામાં આવેલ છે તો આરોપી ધ્વારા આજદીન સુધી આ એફ.આઈ.આર.ની નકલ પણ રજુ રાખેલ નથી અને પંચનામાઓ કે, અન્ય કોઈ પોલીસ પેપર્સ પણ રજુ રાખેલ નથી, ત્થા આરોપી નેશનલાઈઝડ બેંક આઈ.સી.આઈ.સી.આઈ.ના આસીસટન્ટ મેનેજર કક્ષ્ાાના વ્યક્તિ છે તેમના ધ્વારા ચેક આપવામાં આવેલ છે. આમ,અદાલતે તમામ રજુઆતો અને રેકર્ડ ધ્યાને લઈ અને ફરીયાદી તરફે થયેલ રજુઆતો માન્ય રાખી અને આરોપીને 1 વર્ષની સજા અને ફરીયાદીને બે લાખ ચુક્વવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રાજેશ બી. ગોસાઇ, વિશાલભાઇ જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત નાખવા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular