દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓના ગ્રાહકો માટે એક એલર્ટ છે જેઓએ પોતાના કેવાયસી- નો ઓફ કસ્ટમર અપડેટ કરાવ્યા નથી તેઓના ખાતા તા.1 જાન્યુ. 2022થી ફ્રીઝ થઈ શકે છે. ગ્રાહકોએ બેન્કમાં કે નાણાકીય સંસ્થાઓમાં કેવાયસી અપગ્રેડેશન માટે જે જરૂરી દસ્તાવેજો છે તે હ્જુ જેઓએ અપડેટ કરાવ્યા ન હોય તેઓ આ માટે બેન્ક કે નાણાકીય સંસ્થાનો સંપર્ક કરી શકે છે.
રિઝર્વ બેન્ક નાણાકીય સંસ્થાઓ તથા બેન્કોને તેના ગ્રાહકોને કેવાયસી ગ્રાહકોના કેવાયસી નિયમીત સમયમાં અપડેટ કરવા કહે છે જેથી આ નાણાકીય વ્યવહારોમાં કોઈ ગેરરીતિ વિ. હોય કે પછી બેનામી વ્યવહાર હોય તો તે દૂર કરી શકાય છે. સામાન્ય રીતે આ કામગીરી દર 10 વર્ષે કરવાની હોય છે પરંતુ હવે જે રીતે બેન્કીંગ- નાણાકીય સંસ્થાઓ સાથેની પ્રવૃતિ વધી છે તેથી તે દર પાંચ વર્ષ પણ કરાય છે. જો કે બેન્કો ખુદ આ અંગે અવારનવાર ડ્રાઈવ ચલાવે છે પણ જેઓને બેન્ક મારફત લેખીત જાણ થાય તેઓએ આ અપડેટ કરાવી લેવું જરૂરી છે. જો કે એક બાબતની ખાસ ચિંતા કરે કે બેન્કો કદી ઓનલાઈન કે ફોન પર આ પ્રકારના અપડેટ માંગતી નથી તેથી આ પ્રકારના કોલ આપે કે મેઈલ આવે અને તેમાં કોઈ લીંક પર કલીક કરીને અપડેટ કરવા માટે જણાવાય અને તમારી પાસે વનટાઈમ પાસવર્ડ કે બેન્ક-નાણાકીય સંસ્થા સાથેના ખાતાના યુઝર્સ નેઈમ, પાસવર્ડ માંગે તો તે આપવાના નથી. બેન્કો કે કોઈ નાણા સંસ્થાઓ આ પ્રકારે વિગતો માંગતી નથી તેથી ફકત બ્રાન્ચ પર જવાની આળસે જ ઓનલાઈન પ્રક્રિયામાં પડવાનું જોખમ લેતા નથી તેવી ચેતવણી બેન્કો અને આરબીઆઈ અવારનવાર આપે જ છે.