જામનગર જિલ્લો ભારતની પશ્વિમ આતંરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી, જી.એસ.એફ.સી, એરફોર્સ, આઈ.એન.એસ. વાલસુરા, આર્મી હેડકવાટર, એરફોર્સ સ્ટેશન સમાણા વગેરે જેવા અતિ-સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલા છે.
જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-154 ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સને રેડ ઝોન, યલો ઝોન કે ગ્રીન ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જે પૈકી, રેડ ઝોનમાં 112 તથા યલો ઝોનમાં 42 ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. જે સ્થળોએ ડ્રોનના ઉપયોગ સંબંધે અધિક જિલ્લા કલેકટર બી.એન.ખેર, જામનગર દ્વારા પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવામાં આવ્યા છે.
આ જાહેરનામું આગામી તા.01 ઓક્ટોબરના 24:00 કલાક સુધી અમલમાં રહેશે. ઉક્ત જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-1860ના 45માં અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.