Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોમાં ઉપવાસ પર પ્રતિબંધ એ લોકશાહીનું ખૂન : વિપક્ષી નેતા

જામ્યુકોમાં ઉપવાસ પર પ્રતિબંધ એ લોકશાહીનું ખૂન : વિપક્ષી નેતા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકામાં ઉપવાસ-ધરણાં ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ લોકશાહીના ખૂન બરાબર ગણાવી આ જાહેરનામું રદ્દ કરવા વિરોધ પક્ષ નેતા ધવલ નંદા દ્વારા માંગણી કરાઇ છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આંદોલન-ઉપવાસ ધરણાં જેવી પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું છે. પ્રજા પોતાના પ્રશ્ર્નો અને તેના નિકાલ માટે કોર્પોરેશનમાં ધરણાં કરવા ન જાય તો કયાં જાય ? તેમજ વિરોધ પક્ષ પણ કોર્પોરેશનમાં ધરણાં-આંદોલન કરતો હોય છે ત્યારે વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ થતી હોવાનું જણાવી આ જાહેરનામુ પાછુ ખેંચવા વિપક્ષી નેતા દ્વારા માંગણી કરવામાં આવી છે. જો જાહેરનામુ પાછું ખેંચવામાં નહીં આવે તો કોર્ટનો સહારો લેવાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular