જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઇદની ઉજવણી કરી હતી. જામનગરમાં ઇદગાહ ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઇડલાઇનને ધ્યાને લઇ મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્વક ઇદની ઉજવણી કરી હતી. ઘરમાં રહીને નમાઝ અદા કરી હતી. તેમજ એક-બીજાને ઇદની મુબારક પાઠવી હતી.