જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી ઉપનેતા અને વોર્ડ નં.6ના કોર્પોરેટર ફુરકાન શેખ તાજેતરમાં લાંચ લેતાં ઝડપાયા હતાં. એસીબી કોર્ટ જામનગરમાં જામીન અરજી દાખલ કરાતા સ્પે.કોર્ટ જામનગરના જજ દેસાઇ દ્વારા આરોપી ફુરકાન શેખની જામીન અરજી રદ કરવામાં આવી હતી.
જામનગરમાં બિલ્ડર દ્વારા બનાવેલા બિલ્ડીંગમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની ચિમકી આપી વિપક્ષી ઉપનેતા અને વોર્ડ નં.6ના કોર્પોરેટર ફુરકાન શેખને એસીબીની ટીમે મહાનગરપાલિકાના બિલ્ડીંગમાં જ છટકું ગોઠવી રૂા.1,50,000ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતાં. આ લાંચના ગુનાના આરોપી ફુરકાન શેખ દ્વારા સ્પે.એસીબી કોર્ટ જામનગર ખાતે રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજી અન્વયે સરકારી વકીલ જે.કે.ભંડેરીની દલીલોને આધારે સ્પે.કોર્ટ જામનગરના જજ દેસાઇની કોર્ટમાં જામીન અરજી ના મંજૂર કરવામાં આવી હતી.