Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરઅપહરણના કેસમાં જામીન મુકિત

અપહરણના કેસમાં જામીન મુકિત

- Advertisement -

જામનગર તાલુકાના સીકકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ જામનગર તાલુકાના ગામની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી લઇ જવા અંગે સગીરાના પિતા દ્વારા સીક્કા પો. સ્ટે.માં ગુનો નોંધાતા પોલીસ દ્વારા રાજકોટ રહેતાં રોહિત મગનભાઈ તળપદાની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા જામનગર સેશન્સ અદાલતમાં જામીન ઉપર મુકત થવા અરજી કરતા જામનગર એડીશનલ સેશન્સ જજ એ એ વ્યાસ દ્વારા રોહિતને રૂા.25000 ના જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો છે. આરોપી તરફે વકીલ રણમલ એમ. કાંબરીયા, અભિષેક બી. નંદા તથા હિતેશ ગાગીયા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular