Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બદરી મઝાર પરિસરને ‘એશિયા આફ્રિકા હોલ ઓફ ફેમ’ એવોર્ડ

જામનગરના બદરી મઝાર પરિસરને ‘એશિયા આફ્રિકા હોલ ઓફ ફેમ’ એવોર્ડ

1 લાખ ફૂટ જગ્યામાં નિર્માણ પામેલા રહેણાંક સંકુલમાં યાત્રાળુઓને રહેવા માટેની ઉત્તમ સુવિધા

- Advertisement -

દાઉદી વ્હોરા સમાજના ધર્મસ્થાન એવા જામનગર સ્થિત ‘મઝાર એ બદરી’ને એશિયા-આફ્રિકા ડેવલોપમેન્ટ કાઉન્સીલ દ્વારા ‘એશિયા-આફ્રિકા’ હોલ ઓફ ફેમનો એવોર્ડ આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રકચરને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ એનાયત થયો છે. આશરે 350 વર્ષ જુના આ ધર્મ સ્થળ વ્હોરા સમાજનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. અહીં 300 જેટલાં વિવિધ પ્રકારના વૃક્ષોનું બે લાખ ફૂટ જગ્યામાં વાવેતર કરવામાં આવ્યું છે. એક લાખ ફૂટ જગ્યામાં 400 રૂમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી બહારગામથી આવનાર શ્રદ્ધાળુને રહેવા-જમવાની શ્રેષ્ઠ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

- Advertisement -

બદરી મઝાર પરિસરને હોલીજીયસ હેરીટેજ ટુરિઝમ ટાઉનશિપ તરીકે ડેવલોપ કરવા જે-તે વખતે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. યાત્રાળુઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા ધરાવતા આ નવા રહેણાંક સંકુલનું બાંધકામ શહેરના જાણીતા આર્કિટેકટ એ.ટી. અત્તરવાલાના ટેકનિકલ સુપરવિઝન હેઠળ કરવામા આવ્યું છે. એશિયા આફ્રિકા હોલ ઓફ ફેમ એવોર્ડથી જામનગરના ગૌરવમાં વધારો થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular