દરેક ઘરમાં પ્રખ્યાત થઇ ચૂકેલ કોમેડી શો તારક મહેતાના તમામ પાત્રોએ લોકોના મનમાં અલગ છાપ ઉભી કરી દીધી છે. પરંતુ દર્શકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. દયા બાદ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો ને વધુ એક વ્યક્તિ અલવિદા કહેશે. શો માં ટપ્પુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટે શો છોડવાનો નિર્ણય લીધો છે.
વર્ષ 2017થી રાજ અનડકટ ટપ્પુની ભૂમિકા ભજવી રહ્યો છે. અને તેનો અભિનય પણ લોકોને ખુબ પસંદ છે. આ અગાઉ પણ ટપ્પુની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધીએ શો છોડયો હતો. આ મામલે અત્યાર સુધી રાજ અનડકટની તરફથી કોઇ ઓફિશિયલ સ્ટેટમેંટ આવ્યું નથી. તો બીજી તરફ આ મામલે જ્યારે શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ જણાવ્યું છે કે તેમને રાજના શો છોડવાને લઇને કોઇ અપડેટ નથી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં જે ટેલિવિઝન ઇતિહાસનો સૌથી સફળ શો છે. છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરે છે. આ શોમાં ઘણા એવા કલાકારો છે, જેઓ વર્ષોથી આ શોનો ભાગ છે. એક કારણ એ પણ છે કે, આ શોએ તેની સ્ટાર કાસ્ટને દુનિયાભરમાં પ્રખ્યાત કરી.