લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતાની મુશ્કેલીઓ વધી છે. તેણી વિરુધ મુંબઈમાં વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. .તેના પર સોશિયલ મીડિયા પરના એક વિડિયોમાં જાતિવાચક શબ્દનો ઉપયોગ કરવાનો આરોપ છે.આ પહેલા મુનમુન દત્તા સામે આ વિડિયો બદલ હરિયાણા, એમપીમાં પણ કેસ થઈ ચુકયા છે.
પોલીસને કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મુનમુન દત્તાએ પોતાની યુટ્યૂબ ચેનલમાં વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં એક્ટ્રેસે આપત્તિજનક જાતિ સૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેણે અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. મુનમુન દત્તાએ તાજેતરમાં જ પોતાના એક વીડિયોમાં જાતિગત શબ્દનો ઉપયોગ કર્યો હતો. બાદમાં તેણીને પોતાની ભૂલ ધ્યાનમાં આવતાં તેણે આ વીડિયો સો.મીડિયામાંથી ડિલિટ કરી નાખ્યો હતો અને યુટ્યૂબમાં એડિટ કરી નાખ્યો હતો.
જો પોલીસ આ કેસમાં કાર્યવાહી કરીને મુનમુન દત્તાની ધરપકડ કરે છે તો આ કલમો હેઠળ તેને જામીન મળી શકે નહીં. આટલું જ નહીં, આ કલમો હેઠળ મુનમુન દત્તા આગોતરા જામીન પણ લઈ શકે નહીં.