જોડિયાની શેઠ કાકુભાઈ જીવણદાસ હુન્નરશાળામાં આરોગ્ય અને પરિવા કલ્યાણ વિભાગ હસ્તક નિયામક આયુષ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ જોડિયા દ્વારા આયુર્વેદ પ્રચાર-પ્રસાર અંતર્ગત આયુષ મેગા નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુર્વેદ/હોમિયોપેથીક સર્વ રોગ નિદાન સારવાર ઔષધી પ્રદર્શન, યોગ પ્રદર્શન, સ્વસ્થ જીવનશૈલીના માર્ગદર્શનના ભાગરૂપે ગામમાં ઋતુચર્ચા પુસ્તિકા વિતરણ કરવામાં આવેલ તેમજ આયુર્વેદ જાગૃતિત અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલું હતું.
આ કેમ્પનો 293 લાભાર્થી, યોગ નિર્દેશન તથા માર્ગદર્શનનો 250 લાભાર્થી, સ્વસ્થ જીવનશૈલી માર્ગદર્શન અને વિવિધ આર્ટ અને બેનરની પ્રદર્શનીનો 293 લાભાર્થીએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આયુર્વેદના ડો. આનંદકુમાર જયસ્વાલ, હોમિયોપેથિક ડો. નીેતેશકુમાર બાબરિયા, હોમિયોપેથિક ડો. દેવેન્દ્રભાઈ ભીમાણી, આયુર્વેદના ડો. કેતનભાઈ મહેતા તથા હોસ્પિટલ સંગ્રહ સ્ટાફ, સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઈ વર્મા તેમજ હુન્નર શાળા સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.