આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને વિભાગીય નાયબ નિયામકની કચેરી રાજકોટના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ જોડિયા દ્વારા મુકતેશ્ર્વર મહાદેવ મંદિર જોડીયા ખાતે તા.14ના રોજ મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોડિયા ખાતે આયુષ મેગા કેમ્પ ઉદ્ઘાટન ઉપસ્થિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથાકાર વૈશાલીબેન ગોસ્વામી હસ્તે દિપ પાગટય કરી ભગવાન ધનવંતરીના પૂજનથી સર્વ લોકો માટે ખુલો મુકવામાં આવ્યો હતો. જેમાં આયુર્વેદ અને હોમિયોપેથીક પદ્ધતિથી નિદાન સારવાર કરવામાં આવી હતી. ઘર આંગણાની ઔષધિઓ, રસોડાની ઔષધિઓ, મસાલાની ઉપયોગીતા નિદર્શન કરવામાં આવ્યું હતું. સ્વસ્થવૃત્ત ચાર્ટ પ્રદર્શન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ડાયાબિટીસ, સ્ત્રીરોગ, ચામડીના રોગો, બાળરોગ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હતું. રોગપ્રતિકારક શક્તિવર્ધક અમૃત પેય ઉકાળા અને આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કેમ્પમાં જામનગર જિલ્લા પંચાયતના ત્રણ આયુર્વેદ મેડીકલ ઓફિસર અને હોસ્પિટલના આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ ઓફિસરોએ હાજરી આપી હતી. વૈદ્ય પંચકર્મ અધિકારી ડો.આનંદ જયસ્વાલ અને અન્ય તબીબો તથા કર્મચારીઓ દ્વારા કેમ્પમાં નિદાન કરવામાં આવ્યું હતું. તેમાં 145 આયુર્વેદ નિદાન સારવાર લાભાર્થી, 54 હોમિયોપેથિક નિદાન, 214 ચાર્ટ પ્રદર્શન લાભાર્થી, 236 અમૃત પેય ઉકાળા વિતરણ, 170 સંશમની વટી લાભાર્થી તથા 212 આર્સેનિક આલ્બમ (30) લાભાર્થીએ લાભ લીધો હતો.