Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVideo : હવે ઓસ્ટ્રેલિયામાં પણ છવાશે ભારતીય મૂળનું આયુર્વેદ

Video : હવે ઓસ્ટ્રેલિયામાં પણ છવાશે ભારતીય મૂળનું આયુર્વેદ

આઇટીઆરએના નિયામક વૈદ્ય અનુપ ઠાકર અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના પ્રો. બારની ગ્લોવર દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

- Advertisement -

જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન એવા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ખાતે ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી દ્વારા ખાસ એમઓયુ કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

હવે ભારતીય મુળનું આયુર્વેદ ઓસ્ટ્રેલિયા દેશમાં છવાશે. ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓને આયુર્વેદ શિક્ષણ પધ્ધતિનો અભ્યાસ માટેની સુવિધા તેમના જ દેશમાં આપણા સહયોગથી ઉપલબ્ધ બનાવશે. જેનાથી ઓસ્ટ્રેલિયાના લોકોને આયુ. ચિકિત્સા પધ્ધતિનો લાભ પણ મળશે.
ઓસ્ટ્રેલિયા ખાતે આયુર્વેદના શૈક્ષણિક અને સહયોગી સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરશે. જેમાં હર્બલ મેડિસિન અને યોગનો સમાવેશ થાય છે. તેમજ શૈક્ષણિક ધોરણો અને ટૂંકાગાળાના અને મહધ્યમગાળાના અભ્યાસક્રમો અને શૈક્ષણિક માર્ગદર્શિકા ડિઝાઇન કરવામાં આવશે. તે મજબૂત ઓસ્ટ્રેલિયન નિયમનકારી માળખામાં આયુર્વેદ સંબંધિત શિક્ષણ, સંશોધન અને નીતિ વિકાસમાં ઉત્કૃષ્ટતા દર્શાવવા અને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક નેતૃત્વ પ્રદાન કરશે અને પરંપરાગત આરોગ્ય સારવારમાં પુરાવા આધારિત આયુર્વેદ સારવારમાં પુરાવા આધારીત આયુર્વેદ દવાઓના અનુવાદ અને એકિકરણને પ્રોત્સાહન આપવા વ્યૂહરચના વિકસાવશે.
આ તકે આઇટીઆરએ વતી સંસ્થાના નિયામક વૈદ્ય અનુપ ઠાકર અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી વતી કુલપતિ પ્રો. બારની ગ્લોવર દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત આઇટીઆરએ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ડીન પ્રો. મનદીપ ગોયલ અને વેસ્ટર્ન સિડની યુનિ. તરફથી ડેનિસ ચેન્ગ અને દિલીપ ઘોષ તેમજ આઇટીઆરએના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતાં. તેમ આઇટીઆરએના નિયામક ડો. અનુપ ઠાકરે યાદીમાં જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular