Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરએસટી દ્વારા જામનગરથી જૂનાગઢ એસી લકઝરી બસ શરૂ થશે

એસટી દ્વારા જામનગરથી જૂનાગઢ એસી લકઝરી બસ શરૂ થશે

જામનગર એસટી વિભાગ દ્વારા જામનગરથી જૂનાગઢ જવા માટે એર ક્ધડીશન લકઝરી બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે તા. 14ના સાંજે 4:45 કલાકે પ્રારંભ થશે.

- Advertisement -

ગુજરાત એસટી વિભાગ મુસાફરોની સુવિધા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. ત્યારે જામનગરના નાગરિકોને વધુ એક બસ સેવાની સુવિધા મળવા જઇ રહી છે. જામનગરથી જૂનાગઢ જવા માટે એસી લકઝરી બસ શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. 22ની એસી લકઝરી બસમાં ફાયર સેફ્ટી, સીટ બેલ્ટ, સીસીટીવી કેમેરા, સર્વિસ ડોર, ઇમરજન્સી એક્ઝિટ સહિતની આધુનિક સુવિધાઓ આ બસમાં ઉપલબ્ધ રહેશે. આ એસી લકઝરી બસ બપોરે 2:00 વાગ્યે રાજકોટથી ઉપડી 4:00 વાગ્યે જામનગર આવશે. જેનું ભાડું રૂપિયા 177 રહેશે. સાંજે પ:00 વાગ્યે જામનગરથી ઉપડી જૂનાગઢ જશે. જેનું ભાડું રૂા. 304 રહેશે. તેમજ જૂનાગઢથી સવારે 6:00 વાગ્યે ઉપડી જામનગર આવશે. મંગળવાર, તા. 14ના સાંજે 4:45 કલાકે જામનગરથી આ બસ સેવાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે.
રાજકોટથી જામનગરની બસ વાયા ધ્રોલ થઇ ચાલશે. જ્યારે જામનગરથી જૂનાગઢની બસ વાયા કાલાવડ, જામકંડોરણા, ધોરાજી થઇને ચાલશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular