જેના દર્શન માત્રથી પાપમુક્ત થઈ શકાય એ તાપી નદીનો આજે જન્મદિવસ છે. અષાઢ સુદ સાતમનાં દિવસે તાપીની જયંતિ ઉજવાય છે. આ દરમિયાન સુરત કોઝવે પર હરિઓમ ગ્રુપ દ્વારા આયોજિત તાપી માતાના જન્મદિવસની દૂધ અભિષેક અને તાપી સ્નાન કરી ઉજવણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત, તાપી માતાને 600 મીટર લાંબી ચૂંદડી પણ ચડાવવામાં આવી હતી. 2 વર્ષથી લઈ 78 વર્ષ સુધીના સ્વિમર મહિલા દ્વારા તાપી માતાનાં દર્શન કરી બાળકોને સ્વિમિંગના દાવપેચ શીખવવામાં આવ્યા હતા. લગભગ હરિઓમ ગ્રુપના 300થી વધુ સભ્યોએ આજે કોઝવે પર તાપી માતાની જન્મ મહોત્સવમાં હાજરી આપી હતી