સ્વાસ્થ્ય અને સારવાર ક્ષેત્રે જામનગરનું નામ મોખરે છે. જી. જી. હોસ્પિટલ અને આયુર્વેદ યુનિવર્સિટીની ઓળખ સમગ્ર સૌરાષ્ટ્રમાં છે ત્યારે આજ ઓળખમાં આજ ચાર ચાંદ લગાવ્યા છે. જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલએ કે જેને કવોલીટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા તરફથી ગઅઇઇં એક્રેડીટેશન સર્ટીફિકેટ એનાયત કરાયું છે.
દર્દીને ગુણવતાયુકત સારવાર અને દર્દીની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને કવોલીટીના તમામ માપદંડો ધરાવતી અને આ સર્ટીફિકેટ ધરાવતી પ્રથમ કોલેજ છે. સમગ્ર ભારતમાં આ સર્ટીફિકેટ ધરાવતી ખુબ ઓછી કોલેજો છે તેમાં પણ સરકારી જુજ જ કોલેજ છે ત્યારે જામનગર માટે આ ગૌરવની વાત કહેવાય છે કે જામનગરની આ ડેન્ટલ કોેલેજને આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર મળે તેવી ડેન્ટલ હોસ્પિટલ અહીં છે.
સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સંગઠનોને કવોલીટી સર્ટીફિકેટ આપવાની જવાબદારી ધરાવતી સંસ્થા દ્વારા પેસન્ટ સેફટ અને પેસન્ટ કેરની ગુણવતા પર ફોકસ કરીને હોસ્પિટલની પુરી જાંચ અને પરીક્ષણ બાદ આ સર્ટીફિકેટ આપવામાં આવે છે. જેમાં એચ આર કવોલીટી, ફેસેલીટી મેનેજમેન્ટ, પેશન્ટ સેટીસ્ફેકશન રેસિયો, સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસીઝર, પેશન્ટ કેર, મેડીકલ રેકોર્ડના માપદંડના આધારે આ સર્ટીફિકેટ આપવામાં આવે છે.
આમ હવે જામનગરના લોકોને આ હોસ્પિટલના દર્દીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવતા ધરાવતી સારવાર મેળવે છે છેલ્લાં બે વર્ષથી આ સર્ટીફિકેટ માટી પૂરી મહેનત અને અંતથી કામ કરતા પુરા સ્ટાફ અને ટીમ અને સમગ્રનો આભાર વ્યકત કરતા ડીન ડો. નયનાબેન પટેલે લોકોને આ હોસ્પિટલની સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.