Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજૈન એડયુકેર ટ્રસ્ટ દ્વારા સેવાકીય ક્ષેત્રના આગેવાનોને એવોર્ડ એનાયત

જૈન એડયુકેર ટ્રસ્ટ દ્વારા સેવાકીય ક્ષેત્રના આગેવાનોને એવોર્ડ એનાયત

- Advertisement -

જામનગરમાં જૈન એડયુકેર ટ્રસ્ટ દ્વારા તા.5 સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિન નિમિત્તે સફળતાના 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. આ અવસરને યાદગાર બનાવવા માટે જૈન એડયુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહ, ટ્રસ્ટી માયા શાહ, ટ્રસ્ટી અતુલ શાહ, ટ્રસ્ટી અજય વોરા, ટ્રસ્ટી રાજેશ ગડા, મેનેજમેન્ટ મેમ્બર પરસોતમભાઇ પરમાર, મેનેજમેન્ટ મેમ્બર પ્રદિપભાઈ પરમાર દ્વારા જેટ સ્ટારનાઈટ એવોર્ડ ફંકશનનું સફળ આયોજન કરવામાં આવેલ હતું.

- Advertisement -

કાર્યક્રમમાં ટ્રસ્ટ સંચાલિત રાધિકા એડયુકેર સ્કૂલના પ્રિન્સીપાલ શિવાની આચાર્ય, જમ્પસ્ટાર્ટ એડયુકેરના પ્રિન્સીપાલ માધવી જોશી, ફીડઝ એડયુકેરના પ્રિન્સીપાલ હેમલ શાહ અને કીડઝ એડયુકેર -2 તથા જૈનમ કલાસીસના ઓનર વિમલભાઈ ફોફરિયા તેમજ આમંત્રિત અતિથીઓ ચંદુભાઈ શાહ, સોહિલ પંડયા, જીજ્ઞા પંડયા, બંસરી ભટ્ટ, યશ મહેતા, બી.કે. ચંદારાણા, રસિકભાઈ શાહ, બીનાબેન દવે, જયોતિબેન દોશી, રાધે શ્યામ પાંડે, ડો. સ્નેહલ કોટક પલાણ, રંજના ઝા, હિમાંશુ પાંધી, મનિષ મારૂ, પ્રણવ ખટુવાલ, વિજય ખટુવાલ, ડો. અજય શાહ તેમજ અનેક મહાનુભાવો એ હાજરી આપી કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.

કાર્યક્રમનો પ્રારંભ આમંત્રિત સન્નારીઓના હસ્તેથી દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કીડઝ એડયુકેર 1 અને 2 તથા જંમ સ્ટાર્ટ એડયુકેરના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના તથા વેલકમ ડાન્સ દ્વારા અતિથીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે વ્યકિતએ પોતાની સિધ્ધીથી જામનગરનું નામ રોશન કર્યુ છે. એમનું આ તકે જૈન એડયુકેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં એમ.પી. શાહ મેડીકલ કોલેજના ડીન નંદીની દેસાઈ મહિલા સશકિતકરણ, શૈક્ષણિક ક્ષેત્રમાં નોંધપાત્ર સેવા – આકાંક્ષા ફાઉન્ડેશન એન્ડ ટ્રસ્ટના નિલમ શ્રીવાસ્તવ, નોંધપાત્ર સમાજ સેવા સામાજિક કાર્યકર ધારા પુરોહિત, મીડિયા ક્ષેત્રમાં નોંધપાત્ર સેવામાં ન્યુઝરાઈટર એન્ડ જર્નાલિસ્ટ તોરલ ઝવેરી, તબીબી ક્ષેત્રમા નોંધપાત્ર સેવા ડો. ભુપેન્દ્ર ગોસ્વામી, સલામતિ અને સુરક્ષા ક્ષેત્રમાં નિવૃત્ત એ.એસ.આઈ. કાનજજીભાઈ પનારા, સુપર એકિટવ સુપર સિનિયર એવોર્ડ સામાજિક કાર્યકર વૃક્ષારોપણ જવેરચંદ જાખરિયા, પ્રાઈડ ઓફ ધ નેશન એવોર્ડ નેશનલ લેવલ એથ્લેટ ચંદ્રેશ બગડા, સુપર જુનિયર સુપર સ્ટાર એવોર્ડ ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર કુમારી હીર હીરપરા વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22 માં પ્રાપ્ત કરેલ સિધ્ધીઓ માટે શિવાની આચાર્ય રાધિકા એડયુકેરમાંથી, જય સ્ટાર્ટ એડયુકેરના માધવી જોશી, કીડઝ એડયુકેરના હેમલ શાહને આઉટ સ્ટેન્ડીંગ લીડર ઓફ જે.ઈ.ટી.તન્વી એડમિન ઓફ ધ યર, લીડર ઓફ ધ યરમાં મૌલી અબ્રાહમ, એડયુકેર ઓફ ધ યર પ્રી પ્રાયમરી આર.ઇ.એસ. વિશ્ર્વા ચંદારાણા, એડયુકેર ઓફ ધ યર ગે્રડ 1 થી 5 આર.ઇ.એસ. પ્રિયંકા મીથાની, એડયુકેટર ઓફ ધ યર 6 થી 10 સુનીતા યાદવ, સપોર્ટ સ્ટાફ ઓફ ધ યર મનસુખભાઈ સોનાગ્રા, એડયુકેટર ઓફ ધ યર હીના ખત્રી, સપોર્ટ સ્ટાફ ઓફ ધ યર પુષ્પાબેન નકુમને ઉપસ્થિત મહનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ રાધિકા પંડયા, નીશી નથવાની તથા અંજલી ગોસરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે ચેરમેન ડો. ભરતેશ શાહ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા પાછળના ઉદેશ્ય તથા વિવિધ શિક્ષણલક્ષી મુદ્ા પર ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular