Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયદેશને ગોલ્ડ અપાવનાર નીરજ ચોપરાના માનમાં 7 ઓગસ્ટને જવેલીન થ્રો ડે તરીકે...

દેશને ગોલ્ડ અપાવનાર નીરજ ચોપરાના માનમાં 7 ઓગસ્ટને જવેલીન થ્રો ડે તરીકે ઉજવાશે

- Advertisement -

એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા નીરજ ચોપરાને મોટું ઈનામ આપ્યું છે. નીરજે 7 ઓગસ્ટે ગોલ્ડ મેડલ જીત્યો અને 121 વર્ષ બાદ એથલેટિક્સમાં દેશનો પહેલો મેડલ જીત્યો. એએફઆઈએ આ દિવસને વધુ ખાસ બનાવવાનો નિર્ણય કર્યો છે અને 7 ઓગસ્ટને રાષ્ટ્રીય જવેલીન થ્રો ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.

2008 માં અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. ત્યાર પછી 23 વર્ષીય નીરજ ચોપરાએ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. એએફઆઈના આયોજન પંચના ચેરમેને જણાવ્યું હતું કે, “ભારતભરમાં ભાલાફેંકની રમતને પ્રોત્સાહિત કરવા માટે, અમે 7 ઓગસ્ટને રાષ્ટ્રીય જવેલીન થ્રો ડે તરીકે ઉજવીશું અને આગામી વર્ષથી અમારા સંલગ્ન એકમો પોતપોતાના રાજ્યોમાં જવેલીન થ્રો સ્પર્ધાનું આયોજન કરશે.” લલિત ભનોટે નીરજ ચોપરા સહિતના રમતવીરોના સન્માન સમારોહ દરમિયાન આ વાત કહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular