ભોપાલના સંગમ સિનેમા હોલનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સૂર્યવંશી ફિલ્મ જોતી વખતે એક યુવકે તેની પાછળ બેઠેલી યુવતીની છેડતી કરતાં યુવતીએ તેને સેન્ડલ માર્યું હતું અને બાદમાં થીયેટરમાં બેઠેલી પબ્લીકે પણ યુવકને માર માર્યો હતો જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ભોપાલના સંગમ સિનેમા હોલમાં રાત્રીના 12 વાગ્યાના સમયે થીયેટરમાં રાત્રીના 12 વાગ્યે શો ચાલી રહ્યો હતો. તે દરમિયાન એક યુવકે પાછળ બેઠેલી યુવતીને ઇશારા કર્યા અને ગંદી હરકતો શરૂ કરી દીધી. બાદમાં યુવતીએ સેન્ડલ ઉતારીને તેને માર મારવા લાગી અને પછી તો દર્શકો પણ તેને માર મારવા લાગ્યા હતા. પહેલાં બધાંએ થિયેટરની અંદર યુવકને માર માર્યો અને પછી થિયેટરની બહાર કાઢીને પણ માર્યો. પરંતુ આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. માટે પોલીસે વાઈરલ વિડીઓના આધરે તપાસ હાથ ધરી છે.