Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઅનાજ કઠોળ ઉપર જીએસટીના વિરોધમાં આવતીકાલે હાપા યાર્ડમાં હરરાજીઓ બંધ

અનાજ કઠોળ ઉપર જીએસટીના વિરોધમાં આવતીકાલે હાપા યાર્ડમાં હરરાજીઓ બંધ

રવિવાર સાંજે 7વાગ્યા સુધી તમામ જણસીની આવકો પણ બંધ

- Advertisement -

સરકાર દ્વારા અનાજ કઠોળ ઉપર જીએસટી લાગુ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇ વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારી એસોસિએશન દ્વારા આવતીકાલે ખરીદ-વેચાણ બંધ રાખવા નિર્ણય કર્યો હોય. હાપા માર્કેટ યાર્ડમાં પણ હરરાજીઓ બંધ રાખવામાં આવશે.

- Advertisement -

સરકારના અનાજ કઠોળ ઉપર જીએસટી લાગુ કરવાના નિર્ણયમાં આવતીકાલે તા. 16 જુલાઇના રોજ વેપારી એસો. દ્વારા ખરીદ-વેચાણ બંધ રાખવા એલાન કર્યું છે.જેને લઇને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતિ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પણ આવતીકાલે તમામ હરરાજીઓ બંધ રહેશે. આ ઉપરાંત આજરોજ રાત્રીના 12 વાગ્યાથી રવિવાર તા.17 જુલાઇના સાંજે 7 વાગ્યા સુધી તમામ જણસીની આવકો પણ બંધ રાખવામાં આવી છે. જેની ખેડુતો તથા વેપારીઓએ નોંધ લેવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતિ જામનગરના સેક્રેટરી હિતેશ પટેલની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular