Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : પ્રથમ સોમવારે શિવાલયોમાં આકર્ષક શ્રૃંગાર દર્શન

Video : પ્રથમ સોમવારે શિવાલયોમાં આકર્ષક શ્રૃંગાર દર્શન

સોમનાથ મહાદેવમાં ચંદ્રયાન, કાશી વિશ્વનાથ મહાદેવમાં ભસ્મઆંગી સહિતના શ્રૃંગારથી ભકત ભાવવિભોર

- Advertisement -

જામનગર સહિત હાલારપંથકમાં ગઈકાલે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સમગ્ર દિવસ દરમિયાન શિવાલયોમાં શિવભકતોની ભારે ભીડ જામી હતી. શિવભકતોએ હર હર મહાદેવના નાદ સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરી શ્રાવણ માસ નિમિત્તે પુજા અર્ચના કરી હતી. તો બીજી તરફ સાંજના સમયે અનેક શિવાલયોમાં શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. જેનો ભાવિક ભકતોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

- Advertisement -

હાલાર પંથકમાં ભગવાન શિવના પ્રિય એવા શ્રાવણ માસની ભકિતભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ જામનગર શિવમય બની ગયું છે. શિવભકતોએ શિવાલયમાં બમ બમ ભોલે અને ૐ નમ: શિવાયના જાપ શરૂ કરી દીધા છે. ગઈકાલે શ્રાવણના પ્રથમ સોમવારે વહેલીસવારથી જ શિવમંદિરોમાં ભારે ભીડ જામી હતી. બપોર બાદ શિવમંદિરોમાં આકર્ષક શ્રૃંગાર દર્શન કરવામાં આવ્યાં હતાં. જામનગર શહેરમાં ચારેય દિશાએથી દર્શન થઈ શકે તેવા એકમાત્ર કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરમાં ભસ્મઆંગી દર્શન યોજાયા હતાં.

- Advertisement -

આ ઉપરાંત શહેરના જયંત સોસાયટી વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવ ખાતે સમગ્ર ભારતની જેના ઉપર નજર છે તેવા ચંદ્રયાનની સફળતા માટે ચંદ્રયાનના દર્શન યોજાયા હતાં. પંચેશ્ર્વરટાવર પાસે આવેલ ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરે જંગલમાં અન્નકોટ દર્શન, ડીકેવી કોલેજ પાસે આવેલ પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદિરે ચાંદીની આંગીના દર્શન, રામેશ્ર્વરનગરમાં આવેલ રામેશ્ર્વર મહાદેવ મંદિરે ફુલોનો મહાશ્રૃંગાર દર્શન, પટેલ કોલોની વિસ્તારમાં આવેલ જડેશ્ર્વર મહાદેવ મંદિરે ફુલોનો શણગાર દર્શન, ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઈચ્છેશ્ર્વર મહાદેવ મંદિરે અમરનાથ મહાદેવ સ્વરૂપ દર્શન, બેડેશ્ર્વર મહાદેવ મંદિરે બેડેશ્ર્વર અમરનાથ શ્રૃંગાર દર્શન તથા હવાઈ ચોક નજીક આવેલ હાટકેશ્ર્વર મહાદેવ મંદિરે પણ વિવિધ પ્રકારના ભોગ દાદાને ધરવામાં આવ્યાં હતાં તેમજ વિવિધ પ્રકારના શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. જેનો શિવભકતોએ મોડીરાત્રિ સુધી લાંબી કતારમાં ઉભીને પણ શ્રૃંગાર દર્શન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular