સમસ્ત સતવારા સમાજ ગોકુલનગર સંચાલિત સમસ્ત સતવારા સમાજ યુવક મંડળ જામનગર દ્વારા ગઇકાલે તેજસ્વી સપ્તાહ સમારંભ તેમજ સતવારા સમાજના દાતાઓ તથા શ્રેષ્ઠીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોકુલનગર સતવારા સમાજની વાડી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સતવારા સમાજનું નામ ઉજાગર કરનાર સેલિબ્રેટી કમલેશભાઇ લકુમ (કમો) વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. ગોકુલનગર જકાતનાકાથી સતવારા સમાજની વાડી સુધી તેનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં સતવારા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કમાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.