લાલપુર તાલુકાના સિક્કા ગામમાં આવેલા ડીસીસી કંપનીના સ્ક્રેપ યાર્ડમાંથી લામ સ્ટોન ખાલી કરવા આવેલા ટ્રકમાં લોખંડના ગડ્ડરની ચોરી કરી જતાં ચાર શખ્સો ઝડપાયા હતાં.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના સિક્કા ગામમાં આવેલા ડીસીસી કંપનીના સ્ક્રેપ યાર્ડમાં બુધવારે રાત્રીના સમયે જીજે-37 ટી-9774 નંબરનો ટ્રક પ્લાન્ટની અંદર લાઇમસ્ટોન ખાલી કરવા આવ્યો હતો અને લાઇમ સ્ટોન ખાલી કર્યા બાદ મધ્યરાત્રીના સમયે રૂા. 15000ની કિંમતનો 500 કિલોનો ગડ્ડર ચોરી કરી જતાં હતાં. આ અંગેની જાણ થઇ જતાં કંપનીના કર્મચારી ચેતનસિંહ જાડેજાએ ધીરુ લક્ષ્મણ ધવલ, દેતા આહીર, હુશેન, પ્રકાશભાઇ નામના ચાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.