Sunday, March 30, 2025
Homeરાજ્યકાલાવડમાં રિક્ષાભાડા બાબતે યુવાનની હત્યાનો પ્રયાસ

કાલાવડમાં રિક્ષાભાડા બાબતે યુવાનની હત્યાનો પ્રયાસ

બોલાચાલી થયા બાદ 4 શખ્સો દ્વારા છરી અને ધોકા વડે હુમલો : ઘવાયેલા બે ભાઇઓ પૈકી એકને જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા

કાલાવડ ગામમાં ધોરાજી રોડ પર રિક્ષાવાળા સાથે ભાડા બાબતે બોલાચાલી થયા બાદ ચાર શખ્સોએ યુવાન ઉપર લાકડાના ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કરવાના બનાવમાં યુવાનને કાલાવડ અને ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના મુડીલા ગામમાં રહેતા વિરેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.22)નામનો યુવાન ગુરૂવારે બપોરના સમયે સરવાણીયા ગામના પાટીયા પાસે અનાજના ગોડાઉન નજીકથી રિક્ષામાં બેસીને કાલાવડમાં સાગર કોમ્પલેક્ષ સામેના માર્ગ સુધી આવ્યો હતો. જયાં રિક્ષાવાળા સાથે ભાડા બાબતે બોલાચાલી થયા બાદ રિક્ષાવાળો જતો રહ્યો હતો અને થોડીવાર પછી વિરેન્દ્રસિંહ સાગર કોમ્પલેક્ષના કમ્પાઉન્ડમાં ઉભો હતો ત્યારે લતીફ, હુસેન, ફારૂક તથા અજાણ્યા સહિતના 4 શખ્સોએ આવીને યુવાનના માથાના પાછળના ભાગે છરીનો ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો તેમજ લાકડાના ધોકા વડે માથામાં તથા ખંભા ઉપર અને ઢિકાપાટુંનો માર મારી અપશબ્દો બોલી યુવાનના ભાઇ જયપાલસિંહ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

જીવલેણ હુમલામાં ઘવાયેલા બન્ને યુવાન ભાઇઓને સારવાર માટે કાલાવડની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જયાં વિરેન્દ્રસિંહને ગંભીર ઇજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં બનાવની જાણના આધારે પીઆઇ યુ.એચ.વસાવા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular