Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતહડકવાની અસર બાદ ઘોડો વીફર્યો, રાહદારીઓ પર હુમલો કર્યો, જુઓ VIDEO

હડકવાની અસર બાદ ઘોડો વીફર્યો, રાહદારીઓ પર હુમલો કર્યો, જુઓ VIDEO

ઘોડાને પકડવા ફાયરની ટીમને બોલાવી પડી

- Advertisement -

ગોધરાના લીલેસરા વિસ્તારમાં એક ઘોડો બેકાબુ થયો હતો. હડકવાની અસર થયા બાળા વિફરેલા ઘોડાએ બે રાહદારીઓને અડફેટે લઇને બચકા ભરી લીધા હતા. જેના પરિણામે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘોડાને પકડવા માટે ગોધરા નગરપાલિકા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી અડધા કલાકની જહેમત બાદ ઘોડાને પકડ્યો હતો. જેનો એક વિડીઓ પણ સામે આવ્યો છે.

- Advertisement -

ઘોડો બેકાબૂ થયાની જાણ થતા જ 1962 હેલ્પલાઇન ટીમે દોડી આવી ઘોડાની તબીબી ચકાસણી કરી હતી જેમાં સામે આવ્યું હતું કે, ઘોડાને હડકવાનાં લક્ષણો છે. જેથી  ઘોડાને નિર્જન સ્થળે ખસેડવામાં આવ્યો હતો તરફ બેકાબુ બનેલા ઘોડાએ હારૂનભાઈ મન્સૂરી નામના વ્યક્તિના અંગુઠાના ભાગે બચકું પણ ભરી લીધું હતું. બાદમાં  પાલિકાના માજી સદસ્ય યાકુબ બકકરે ઘોડાને સલામત રીતે નિર્જન સ્થળે ખસેડવાની કામગીરી કરતાં વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular