જામનગર શહેરમાં નાગેશ્વર કોલોની પાસે યુવાનના ઘરે ‘તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે અને તું તેને છૂટાછેટા આપી દે’ તેમ કહી એક શખ્સ લોખંડના પાઈપ વડે હુમલો કરી વિખોડિયા ભરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતા રાહુલ બારિયા નામના યુવાનના ઘરે કેતન ચૌહાણ નામના શખ્સે આવી બુમો પાડી બહાર બોલાવ્યો હતો અને કહ્યું કે ‘તારી પત્ની ને મારી સાથે પ્રેમ છે તુ તેને છૂટાછેડા આપી દે’ તેમ કહી રાહુલ ઉપર લોખંડના પાઈપ વડે કેતન નામના શખ્સે હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો માર મારી મોઢાના ભાગે તથા હોઠ ઉપર હાથેથી વિખોડિયા ભરી ઈજા પહોંચાડી હતી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા રાહુલને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે કેતન ચૌહાણ નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.