Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરયુવક ઉપર હુમલો કરી કુખ્યાત સહિતના બે શખ્સો દ્વારા બાઇકની લૂંટ

યુવક ઉપર હુમલો કરી કુખ્યાત સહિતના બે શખ્સો દ્વારા બાઇકની લૂંટ

જામનગર શહેરના રામેશ્વરનગરમાંથી શાંતિનગર જવાના માર્ગ પર જતાં બાઇકસવાર યુવકને કુખ્યાત સહિતના બે શખ્સોએ આંતરીને બાઇકની લૂંટ ચલાવી માર મારી જાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. ખંડણીની માંગણી કરી બીજીવખત નીકળીશ તો માર મારવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગરમાં ક્રિષ્ના પાર્ક રહેતા દિપક તુલસીભાઇ વાડોદરા (ઉ.વ.23) નામના યુવાનનું અપહરણ કરી ઢોરમાર મારીને બાઇકની લૂંટ ચલાવી ખંડણી માંગવા અંગે જામનગરમાં રાંદલનગરમાં રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ અને તેના એક સાગરીત સામે નોંધાવેલી ફરિયાદની વિગત મુજબ દીપક અને તેનો મિત્ર દિવ્યેશ પરમાર ગત્ તા. 09ના શનિવારે સાંજના સમયે તેના જીજે10-સીબી-1994 નંબરના બાઇક પર રામેશ્વરનગરથી શાંતિનગર-4 તરફ જતા હતા ત્યારે બાપા સિતારામની મઢુલી પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન મંગળસિંહ ચૌહાણ અને 30 વર્ષના તેના સાગરીત સાથે દીપકના બાઇકને આંતરીને, ‘તું કેવો છો?’ તેમ જણાવતા દીપકે વાલ્મિકી હોવાનું જણાવતા દીવલા સહિતના બે શખ્સોએ જાતિ પ્રત્યે હડધૂત કરી, ‘તને ગાડી ચલાવવાનો અધિકાર જ નથી.’ તેમ કહી દીપકનું રૂા. 20 હજારની કિંમતનું બાઇકની લૂંટ ચલાવી બન્ને શખ્સોએ ખંડણી ઉઘરાવવાના ઇરાદે યુવકનું અપહરણ કરી રોડ પર લાકડાના બાંબુ વડે હુમલો કરી આડેધડ માર મારી, ગાળો કાઢી હતી.

તેમજ લૂંટ કરેલા બાઇક પર દીપકને વચ્ચે બેસાડીને રૂા. 2 હજારની ખંડણી માંગી હતી. જો ખંડણીની રકમ નહીં આપે તો ફરી વખત માર મારવાની ધમકી આપી હતી. હુમલો અને લૂંટના બનાવમાં સારવારમાં રહેલા દીપકના નિવેદનના આધારે શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સ્ટાફએ દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલા વિરૂઘ્ધ એટ્રોસિટી, લૂંટનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular