દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા કરનભાઈ હરદાસભાઈ લધા નામના 26 વર્ષના યુવાનને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતનું મનદુ:ખ રાખી નાના ભાવડા ગામે રહેતા અનિલ અરજણ લધા તથા એભલ અરજણ લધા નામના બે શખ્સોએ લાકડાના ધોકા વડે બેફામ માર મારી, ફ્રેકચર કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ જપાજપીમાં ફરિયાદી કરનભાઈનો સોનાનો ચેન ક્યાંક પડી ગયો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે દ્વારકા પોલીસ આઈપીસી કલમ 323, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.