દ્વારકા તાલુકાના ટુંપણી ગામે વાડી વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ ખીમાભાઈ આંબલીયા નામના 23 વર્ષના યુવાન તારીખ 15 મી ના રોજ પોતાની વાડીએથી તેમના પરિવારના મહિલા સદસ્ય મણીબેનને સાથે લઈને ટ્રેક્ટર પર પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગ આડે મોટરસાયકલ પર આવેલા કિશનભા કુંભાભા માણેક, કાનાભા કુંભાભા માણેક તથા અન્ય એક અજાણ્યા શખ્સે તેઓને અટકાવ્યા હતા. આરોપી શખ્સોએ ટ્રેક્ટર સરખું ચલાવવાનું કહી અને લોખંડના પાઇપ વડે તેમના ઉપર હુમલો કરી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. આ અંગેની ધોરણસર ફરિયાદ ધર્મેશભાઈ આંબલીયાએ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવી છે. જે અંગે પોલીસે એક અજાણ્યા સહીત ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.