જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં શનિવારે બપોરના સમયે જૂના પ્રેમસંબંધનો ખાર રાખી યુવક ઉપર બે શખ્સોએ ધોકા અને પાઇપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં મહેશ મોમાભાઈ ઝાપડા (ઉ.વ.21) નામના યુવક ઉપર શનિવારે બપોરના સમયે દરેડ જીઆઈડીસી વિસ્તારમાં સાગર ભોજા ગમારા અને ભરત ભરવાડ નામના બે શખ્સોએ એકસંપ કરી ધોકા અને પાઈપ વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી અપશબ્દો બોલી હવેથી પ્રેમસંબંધ રાખીશ તો મર્ડર કરી નાખીશું તેવી ધમકી આપ્યાના બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે ઈજાગ્રસ્ત મહેશના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.


