Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકાલાવડમાં વીએચપીના પ્રમુખ અને તેના ભાઈ ઉપર હુમલો - VIDEO

કાલાવડમાં વીએચપીના પ્રમુખ અને તેના ભાઈ ઉપર હુમલો – VIDEO

વાહન અથડાવી નુકસાનીના રૂપિયા 20 હજાર માંગ્યા : સાત જેટલા શખ્સો વિરૂધ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

- Advertisement -

કાલાવડના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને તેના ભાઈ ઉપર સાત જેટલા શખ્સોએ હુમલો કરતા બંને ઈજાગ્રસ્તોને સૌ પ્રથમ કાલાવડની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. વાહન અથડાતા નુકસાનીના રૂા.20 હજાર માંગીને સાત જેટલા શખ્સો દ્વારા હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવના પગલે પોલીસ દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશભાઈ દોંગાના ભાઈ હસમુખભાઈ દોંગા તા.10 ના રોજ પોતાનું મોટરસાઈકલ લઇને વાડીએ જઈ રહ્યા હતાં જે દરમિયાન પંજેતરનગરના કોઠા પાસે સિનેમા રોડ, બેંક ઓફ બરોડા નજીક પહોંચતા એક બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ાઈકચા અફઝલ કાદરી દ્વારા તેના મોટરસાઈકલમાં નુકસાની થઈ હોવાનું જણાવી રૂા.20,000 ની માંગણી કરી હતી. આથી હસમુખભાઈ એ તેઓના ભાઈ રમેશભાઈને બોલાવી લીધા હતાંં. જેથી હસમુખભાઈએ જણાવ્યું હતું કે, એટલું નુકસાન થયું નથી. નુકસાનીના 2500 થી 3000 દેવાની વાત કરતા આરોપી અફઝલે તમારી વાડીનો રસ્તો આ જ છે અહીંથી રોજ નિકળવું છે ને ? જો રૂપિયા નહીં આપો તો ઉપર જતા વાર નહીં લાગે તેમ કહી ફરિયાદીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી અફઝલ તથા અન્ય ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ઝપાઝપી કરી ફરિયાદીના શર્ટના ખીસ્સામાંથી રૂા.2500 થી રૂા.3000 ઝુટવી લીધા હતા.

- Advertisement -

ત્યારબાદ ફરિયાદી તથા તેના ભાઈ ઘરે આવી મોટરસાઈકલમાં પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જતા હોય ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ ચાલુ મોટરસાઈકલે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા નહીં જવાની ધમકી આપી ધકકો મારી રોડ ઉપર પછાડી દઈ શરીરે ઈજાઓ પહોંચાડી નાશી ગયા હતાં. બંને ઈજાગ્રસ્તોને કાલાવડની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ અંગે અફઝલ કાદરી તથા અજાણ્યા છએક જેટલા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સાત જેટલા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular