જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં યુવકે ક્રેટા કાર સળગાવ્યાની શંકાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવક ઉપર લોખંડનો પાઈપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં અને ખેતી કરતા સુરેન્દ્રસિંહ ઉર્ફે શકિત નવલસિંહ જેઠવા (ઉ.વ.24) નામના યુવકે નિરુ ઝાલાની ક્રેટા કાર સળગાવી હોવાની શંકાનો ખાર રાખી ગુરૂવારે બપોરના સમયે ખોડિયાર કોલોની વિસ્તારમાં હદુ ઝાલા, જયદીપ ઝાલા, વિકી કાપડી અને અજાણ્યા સહિતના ચાર શખ્સોએ સુરેન્દ્રસિંહ ઉપર લોખંડના ચક્રીવારા પાઈપ વડે અને લોખંડના પાઈપ વડે હુમલો કરી બંને હાથમાં તથા બંને પગમાં હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એચ.એ. પીપરીયા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.