કલ્યાણપુર તાલુકાના ચુર ગામે રહેતા ભાયાભાઈ રાજશીભાઈ કરમુર નામના 30 વર્ષના આહિર ખેડૂત યુવાન ગઈકાલે રવિવારે વરસાદના કારણે પોતાના ખેતરના કૂવામાંથી પાણી બહાર કાઢતા હતા. જેથી આ પાણી ખેતરની બાજુમાં આવેલા ખાડામાં ભરાઈ ગયું હતું. જે બાબતે બોલાચાલી બાદ આ જ વિસ્તારના રહીશ નેભાભાઈ કારૂભાઈ ગોજીયા, વેજાભાઈ કારૂભાઈ ગોજીયા અને કેવિન નેભાભાઈ ગોજીયા નામના ત્રણ શખ્સોએ તેમને બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી તથા સાહેદને લોખંડના પાઇપ વડે બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ભાયાભાઈની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.