કાલાવડ તાલુકાના મુળીલા ગામે રહેતી એક યુવતી અન્ય યુવક સાથે ભાગી જતા આ વાતનો ખાર રાખી યુવતીના ભાઈ સહીત 4 શખ્સોએ યુવકના કાકા ઉપર લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોચાડી હતી. જે વિરુધ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજકોટના એકલવ્યનગરમાં રહેતા નરેશભાઈ ઉર્ફે બાવલો મંગાભાઈ વસતાભાઈ પરમાર નામના યુવકનો કૌટુંબિક ભત્રીજો પ્રકાશભાઈ થોડા દિવસ પૂર્વે કાલાવડના મુળીલા ગામે રહેતા હરપાલભાઈ ભકાભાઈ મકવાણાની બહેન મમતાને ભગાડીને લઇ જતા આ બાબતનું મનદુઃખ રાખી આરોપી હરપાલભાઈ ભકાભાઈએ અન્ય ત્રણ શખ્સો રાજેશભાઈ મકવાણા, જેન્તીભાઈ મકવાણા અને ગૌતમભાઈ ચંદ્રપાલ સાથે મળી યુવકના કાકા નરેશભાઈને ગાળો કાઢી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરતાં તેને ટાંકાની ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓએ કાલાવડ પોલીસ દફતરમાં ચારે શખ્સો વિરુધ આઈપીસી કલમ 324,323,504,506(2), 114 મુજબ ગુન્હો નોંધવતા પોલીસે આગની કાર્યવાહી હાથ ધરી હતી.