જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બાઈક સામે આવવા બાબતે શખ્સે યુવક ઉપર લોખંડની મુંઠ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાછળના ગોલ્ડન સીટી વિસ્તારમાં રહેતો ધ્રુવરાજસિંહ બિરેન્દ્રસિંહ જાડેજા નામનો યુવક મંગળવારે બપોરના સમયે તેના બાઈક પર કોલેજથી ઘરે જતો હતો ત્યારે ખોડિયાર કોલોની ક્રિષ્ના સ્કુલ ચારણના ઝુંપડા પાસે આવેલા પુલીયા નજીક પહોંચ્યો ત્યારે સામેથી વાહન લઇ આવી રહેલા હિતેશ નંદાણિયા નામના શખ્સને વાહન કેમ સામું આવવા દીધું ? તેવું કહેતાં ધ્રુવરાજસિંહને હિતેશે લોખંડની મુંઠ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના આ બનાવ અંગેની જાણ કરતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.