જામનગર ખીજડિયા પક્ષી અભ્યારણ્ય એ સંવેદનશીલ પક્ષી સંરક્ષણ વિસ્તાર છે જ્યાં પશુ ચરાવવા પર પ્રતિબંધ છે. એવા સંવેદનશીલ વિસ્તારમાં પશુ ચરાવવાના પ્રયાસને રોકવા ગયેલા વન કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પશુ ચરાવવાને લઇને વિવાદ થયા બાદ મામલો ઉગ્ર બનતા ચાર લોકોએ વન કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો. જેમાં પાંચ વન કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
View this post on Instagram


