Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારજમીનના શેઢાના ખાર રાખી ભાણવડના પરિવારજનો ઉપર હુમલો

જમીનના શેઢાના ખાર રાખી ભાણવડના પરિવારજનો ઉપર હુમલો

- Advertisement -

ભાણવડ તાલુકામાં રહેતા પુંજાભાઈ રાણાભાઈ ઓડેદરા નામના એક આસામીને ગડુ ગામના ખીમા સામત ભેટારીયા, પરબત સામત ભેટારીયા, ભરત પરબત ભેટારીયા, ઘેલુ સામત ભેટારીયા, હેમત ઉર્ફે મારખી સામત ભેટારીયા અને ભીખુ ઉર્ફે ભરત જેસા ભેટારીયા સાથે જમીનના શેઢા બાબતે જૂનું મનદુ:ખ ચાલ્યું આવતું હોય, આ અંગેનો ખાર રાખી, ઉપરોક્ત તમામ શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચી, લખમણભાઈ નગાભાઈ ઓડેદરા તથા તેમની સાથે તેમના પિતાના કાકા પુંજાભાઈ રાણાભાઈ ઓડેદરાની વાડીના રહેણાંક મકાનમાં ત્રાટક્યા હતા.

- Advertisement -

લોખંડના પાઇપ, ધારીયા તથા લાકડીઓ સાથે ઘસી આવેલા આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચી અને અનધિકૃત રીતે ઘરમાં અપપ્રવેશ કરી, ફરિયાદી લખમણભાઈ ઓડેદરા તથા તેમના પરિવારજનો ઉપર હુમલો કર્યો હતો. આ સ્થળે આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ઈજાઓ પહોંચાડી, બાદમાં હથિયારો સાથે નાસી છૂટ્યા હોવાની ધોરણસર ફરિયાદ લખમણભાઈ ઓડેદરા (ઉ.વ. 27) દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 452, 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular