આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજયપ્લોટ હનુમાન ટેકરી અતિજા પાનની બાજુમાં રહેતો રમેશ જીવણ કટારમલ (ઉ.વ.38) નામના યુવક પોતાની રીક્ષા લઇને પવનચકકી ચાર સ્તા પાસેથી જતા હતાં ત્યારે રોડ ક્રોસ કરતા ગુલજાર ઉર્ફે ગની અને બીજા બે અજાણ્યા શખ્સો અપશબ્દો બોલવા લાગ્યા હતાં. જેથી યુવકે અપશબ્દો બોલવાની ના પાડતા તે શખ્સોએ ઉશ્કેરાઈને હુમલો કરીને યુવકને ઢીકાપાટુનો માર મારીને શરીરે ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


