જામનગર શહેરના રામેશ્વરનગરમાં ગાયત્રીનગર વિસ્તરમાં રેંકડી બંધ થઈ જતાં ઈંડાકળી આપવાની ના પાડતા બે શખ્સોએ યુવાન ઉપર ઈંટ વડે માર મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં ભગવતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના યુવાનની ઈંડાકળીની રેંકડીએ રવિવારે મધ્યરાત્રિના સમયે બે શખ્સો ઈંડાકળી આવ્યાં હતા પરંતુ, રેંકડી બંધ કરી દીધી હોવાથી આપવાની ના પાડતા આ બાબતનો ખાર રાખી નરેશ ઉર્ફે યોગરાજ બારોટ અને આદિત્ય બારોટ નામના બે શખ્સોએ ખાર રાખી ભગવતસિંહને ઝાપટો મારી અપશબ્દો બોલી ઈંટ વડે કપાળના ભાગે અને ગરદન ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા એએસઆઇ એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.