જામનગર શહેરમાં બેડી સરકારી દવાખાના નજીક મારામારીમાં છોડાવવા વચ્ચે પડેલા દંપતી ઉપર ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી સરકારી દવાખાના પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે ફારુક અબ્દુલ વાળા નામના યુવાનને રમજુ જેડા, જાકર હુશેન, શબીર નુરા ગોરી, રસીદા શબીર ગોરી નામના ચાર શખ્સો સાથે ઝઘડો થતા આ ચાર શખ્સો યુવાન સાથે માર મારી કરતા હતાં તે દરમિયાન ઈમ્તિયાઝ પલેજા નામનો યુવાન અને તેની પત્ની મારમારીમાં વચ્ચે પડતા ચાર શખ્સોએ દંપતી ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઈમ્તિયાઝના નિવેદનના આધારે હેકો કે.કે. ગઢવી તથા સ્ટાફે ચાર શખ્સો વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.