Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગર તાલુકાના સીક્કામાં ત્રણ મિત્રો ઉપર છ શખ્સોનો હુમલો

જામનગર તાલુકાના સીક્કામાં ત્રણ મિત્રો ઉપર છ શખ્સોનો હુમલો

સ્ત્રી મિત્રની વાત કર્યાનો ખાર: પંચવટી સોસાયટીમાં હથિયાર અને ઢીકાપાટુનો માર માર્યો

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કામાં પંચવટી સોસાયટી વિસ્તારમાં યુવતી મિત્રની વાત સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબને કર્યાનો ખાર રાખી છ શખ્સોએ ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કરી માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં પંચવટી કોલોની મેઈન રોડ પર નરેન્દ્રસિંહ ઉર્ફે નલિયો જાડેજાને સીક્કા આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી સ્ત્રી મિત્ર સાથે અવાર-નવાર બેસીને મજાક મશ્કરી કરતો હોય જેથી આ મામલે જાફર યુસુફ નામના યુવાને આ બાબતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબને જાણ કરી હતી. જે બાબતનો ખાર રાખી નરેન્દ્રસિંહ ઉર્ફે નલિયો જાડેજા, છત્રપાલસિંહ નટુભા જાડેજા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુ જાડેજા, રાહુલ મેરામણ ઓડેદરા, સુરેન્દ્રસિંહ ઉર્ફે ઈલુ કંચવા, પ્રદિપસિંહ ચંદુભા કંચવા નામના છ શખ્સો એ પંચવટી કોલોની મેઈન રોડ પર જાફરને બોલાવી બોલાચાલી અને ઝઘડો કરતા વિક્રમ સોમૈયા અને હુશેન અબ્દુલ નામના મિત્રો જાફરને બચાવવા આવ્યા હતાં. હુમલાખોરો ત્રણેય મિત્રોને હથિયારો અને ઢીકાપાટુનો માર મારી નાશી ગયા હતાં.

બાદમાં ઈજાગ્રસ્ત ત્રણ મિત્રોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ જે.ડી.પરમાર તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને વિક્રમ સોમૈયાના નિવેદનના આધારે છ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular