જામનગર શહેરના ગોકુલનગર રહેતી યુવતીના પતિ દ્વારા ખોટી શંકાઓ કરાતા રીસામણે બેઠી હતી. તે દરમિયાન યુવતીના પતિ, સસરા સહિતના પાંચ શખ્સોએ યુવતીના પરિવારજનો ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલા સાયોના શેરી શિવનગર 2 માં માવતરે રહેતી કિંજલબેન જયેશભાઇ વિરમગામા નામની યુવતી ઉપર તેણીનો પતિ જયેશ વિરમગામા આઠ માસ પહેલાં ખોટી શંકાઓ કરતો હોવાથી કિંજલબેન માવતરે રોકાવા જતાં રહ્યાં હતાં. તે દરમિયાન શનિવારે રાત્રિના સમયે જયેશ વિરમગામા, સસરા મનસુખ ભીમા વિરમગામા, ભરત મનસુખ, દિનેશ રામજી દેગામા, સાગર હકાભાઈ સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી છૂટાછેડા આપવા માટે પત્નિ કિંજલ ઉપર તથા તેણીના પિતા અને ભાઈ સહિતના પરિવારજનો ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરતા હતાં તે દરમિયાન અન્ય લોકો આવી જતાં હુમલાખોરો ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ સાગરે માલદેભાઈ રાઠોડ ઉપર હોકી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણના આધારે હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે યુવતીની ફરિયાદના આધારે તેણીના જ પતિ અને સસરા સહિતના વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.