જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં રહેતાં યુવાને યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી યુવતીના પરિવારજનો સહિતના ત્રણ શખ્સોએ યુવાનના ઘરના દરવાજા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી પ્રૌઢ દંપતીને ઢીકાપાટુનો માર મારી પરિવારજને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ભીમવાસ શેરી નં.2 માં રહેતાં રાજેશ વાઘેલાએ પ્રિયંકા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતાં અને આ પ્રેમલગ્ન યુવતીના પરિવારજનોને પસંદ ન હોય જે સંદર્ભેનો ખાર રાખી બાલુબેન મગનભાઈ ભાંભી, ચેેતન મગન ભાંભી, મહેશ પેથા વાઘેલા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી રાત્રિના સમયે ચંદુભાઈ જેઠાભાઈ વાઘેલાના દરવાજો તોડી ઘરમાં ઘુસી એકસંપ કરી અપશબ્દો બોલી અપશબ્દો બોલી ચંદુભાઈ અને તેમના પત્નીને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી તેમજ પ્રૌઢ દંપતી અને તેના પુત્ર રાજેશ તથા પુત્રવધૂ પ્રિયંકાને મારી નાખવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ચંદુભાઈએ પોલીસમાં જાણ કરતા પીએસઆઇ આર.પી. અસારી તથા સ્ટાફે પ્રૌઢના નિવેદનના આધારે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


