જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન તેના મિત્રના સમાધાનના પૈસા લેવા જતા બે શખ્સોએ યુવાનને જાતિ વિષયક અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન કપડાની દુકાને કપડાની ખરીદી કરવા ગયા હોય કપડાના ભાવ ફેરફાર કરવાનું કહેતા બે શખ્સોએ અપશબ્દો બોલી માર માર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ખોડીયાર કોલોની રાજ ચેમ્બર પાછળ રહેતા વિજયભાઈ આલાભાઇ વઘોરા નામનો યુવાન તેના મિત્ર અમિતભાઈના સમાધાનના પૈસા લેવા જતા દિવ્યરાજસિંહ અને તેના ભાઈ એ વિજયભાઈને ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી ઈજા પહોંચાડી હતી. બનાવની જાણના આધારે એસસીએટી સેલના ડીવાયએસપી તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ, જામનગર શહેરમાં ખોડીયાર કોલોનીમાં રહેતા નારણભાઈ સામતભાઈ ખાંભલા નામના યુવાન બેડી ગેઇટ પાસે આવેલ સ્ટરલાઈટ પોઈન્ટમાં અચીજા મેન્સવેરમાં કપડાની ખરીદી કરવા ગયા હતા ત્યારે નારણભાઈએ કપડાના ભાવફેરફારકરવાનું કહેતા દીપકભાઈ તથા મનીષભાઈ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગળું પકડી દુકાનની બહાર લઇ જઈ પ્લાસ્ટિકના ટેબલ વડે ઈજા પહોચાડી
ઢીકાપાટુંનો માર માર્યો હતો. હુમલાના બનાવની નારણભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે એચ મકવાણા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.