Friday, June 13, 2025
Homeરાજ્યહાલારમેવાસા ગામમાં આધેડ ઉપર મહિલા સહિતના ત્રણ શખ્સો દ્વારા હુમલો

મેવાસા ગામમાં આધેડ ઉપર મહિલા સહિતના ત્રણ શખ્સો દ્વારા હુમલો

ખેતરે જવાના રસ્તાના મનદુ:ખનો ખાર રાખ્યો : લાકડાના ધોકા વડે માર મારી લોહી લુહાણ કરી મૂકયા : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા કરશનભાઈ રણમલભાઈ ભીંભા ગામના 50 વર્ષના આહીર આધેડના ખેતરે જવા માટેનો રસ્તો આરોપી મુકેશ હમીરભાઈ ભીંભાની જમીનમાં થઈને નીકળતો હોવાથી આ બાબતે ફરિયાદી કરસનભાઈ તથા આરોપી મુકેશભાઈ વચ્ચે ઘણા સમયથી મન દુ:ખ ચાલ્યું આવતું હતું. જે વચ્ચે ફરિયાદી કરસનભાઈનો પુત્ર તેમનું મોટરસાયકલ લઈ અને અહીંથી નીકળતા આરોપી કિશન હમીરભાઈ ભીંભા તથા ગીતાબેન કિશોરભાઈ ભીંભાએ તેમની સાથે ઝઘડો કર્યો હતો.

- Advertisement -

આ અંગે ભાણવડ પોલીસને જાણ કરવા નીકળેલા કરશનભાઈ રણમલભાઈને ચાલુ મોટરસાયકલે આરોપી મુકેશએ લાકડાનો ધોકો ફટકારી અને અન્ય આરોપી કિશોરભાઈ તથા ગીતાબેને બેફામ માર મારી લોહી લુહાણ કરી મુક્યા હતા. આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદી કરશનભાઈના ગુપ્ત ભાગે પાટુ મારીને મૂઢ ઈજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જો તેઓ હવે આ રસ્તે ચાલ્યા તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે દંપતિ સહિત તમામ ત્રણ આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 324, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular