કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા સંજયભાઈ કરસનભાઈ પીપરોતર નામના 35 વર્ષના સગર યુવાન સાથે જમીનના શેઢા બાબતનું મનદુ:ખ રાખી, આ જ વિસ્તારમાં રહેતા તેમના કુટુંબી રાજાભાઈ મારખીભાઈ પીપરોતર તથા આશિષ રાજાભાઈ પીપરોતર નામના બે શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, કુહાડા વડે હુમલો કરીને ઇજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.