ATAGS એ ભારતીય સેનાના આર્ટિલરીના આધુનિકીકરણ તરફ એક મોટું પગલું છે. 48 કિ.મી.ની રેંજ, ઓટોમેટેડ સિસ્ટમ અને સ્વદેશી ટેકનોલોજી તેને વિશ્ર્વ કક્ષાની બનાવે છે. 307 ATAGS નો ઓર્ડર અને ફેબ્રુઆરી 2027 સુધીમાં પ્રથમ રેજિમેન્ટનો સમાવેશ સેનાની તાકાતમાં વધારો કરશે. ભવિષ્યમાં ATAGS ભારતીય સેનાનું મુખ્ય શસ્ત્ર બની શકે છે. જે સરહદો પર દુશ્મનોને જવાબ આપશે.
ભારતીય સેના તેના તોપખાનાની તાકાત વધારવા માટે ઝપડથી કામ કરી રહી છે. ATAGS જે સંપૂર્ણપણે સ્વદેશી છે. આ આધુનિક તોપ 155 MM / 52 કેલિબરની છે. ફેબ્રુઆરી 2027 સુધીમાં તેને સેનામાં સામેલ કરવાની યોજના છે. DRDO એ ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ સાથે મળીને તેને વિકસાવ્યું છે. માર્ચ 2025 માં સંરક્ષણ મંત્રાલયે 307 ATAGS અને 307 હાઈ મોલિબિટી 6×6 ગન ટોઇંગ વાહનો માટે 6,900 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતાં.
ATAGS એ ભારતીય સેના માટે રચાયેલ આધુનિક 155 MM / 52 કેલિબરની આર્ટિલરી ગન છે. જેને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઈન્ડિયા પહેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે. જે પ્રોજેકટ 2013 માં સેનાની જુની 155 MM અને 130 MM બંધુકોને બદલવાના ઉદેશથી શરૂ કરવામાં આવ્યો છે. તે 85 સેક્ધડમાં 6 રાઉન્ડ ફાયર કરી શકે છે. 2.5 મિનિટમાં 10 શેલ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પોખરણ રણથી ઠંડા પર્વતીય વિસ્તારોમાં ગમે ત્યાં કામ કરવાની ક્ષમતા જેમાં બેરલ, મઝલ, બ્રેક, બ્રીચ મિકેનિઝમ, ફાયરીંગ અને રિકોઇલ સિસ્ટમ અને દારૂગોળો હેન્ડલિંગ મિકેનિઝમ જેવા 65% થી વધુ ભાગો ભારતમાં બનાવવામાં આવે છે તે શુટ એન્ડ સ્કુટની ક્ષમતા ધરાવે છે ત્યારે 48 કિ.મી.ની રેન્જ અને સચોટ લક્ષ્મીકરણ તેને ચીન અને પાકિસ્તાન સરહદ પર અસરકારક બનાવે છે. ઓટોમેશન, ચોકસાઈ, અને ઓછી જાળવણી તેને વિશ્વની સૌથી અદ્યતન બંદુકોમાંથી એક બનાવે છે. જે જુની બોર્ફોસ 155 MM / 39 કેલિબર બંદુકોનું સ્થાન લેશે.


