કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવતા લખમણભાઈની ઓફિસમાં પૈસા આવ્યા હોવાથી તે લેવા આવેલા ગોપાલ વાઘેરને લખમણભાઈ બહાર ગયા હોવાથી થોડો સમય લાગતાં ઉશ્કેરાઈ ગયેલા ગોપાલ વાઘેરએ લખમણભાઈને બિભત્સ ગાળો કાઢી હતી.
જેથી પાસે રહેલા લખમણભાઈના ભાઈ આસપારભાઈ જીવાભાઈ ધમાએ આરોપી ગોપાલને ગાળો બોલવાની ના કહેતા તેણે ઉશ્કેરાઈને ઢીકા પાટુનો માર મારી અને તથા ઓફિસમાં રહેલી લોખંડની ખુરશી આસપારભાઈને ઝીંકી દેતા તેમને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, આરોપી ગોપાલ વાઘેરએ આસપારભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે ગોપાલ વાઘેર સામે આશપારભાઈ જીવાભાઈ ધમાની ફરિયાદ પરથી જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.