Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક નિવૃત્ત વિદાયમાન

જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક નિવૃત્ત વિદાયમાન

જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે ફરજ બજાવતા સહાયક અધિક્ષક એસ.એન.જાડેજા સેવા નિવૃત થતા તેઓને ભવ્ય વિદાયમાન અપાયું હતું. જાડેજાએ માહિતી ખાતામાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ 37 વર્ષ ફરજો બજાવી હતી જેમાં 25 વર્ષથી વધુ સમયગાળાની દીર્ઘકાલીન સેવાઓ તેઓએ જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે આપી હતી. જાડેજાએ આ પ્રસંગે કારકીર્દીના જુના અનુભવો વાગોળ્યા હતા તેમજ ખંતથી માહિતી કચેરીમાં કરેલ તમામ પ્રકારની કામગીરીને ઇ.નાયબ માહિતી નિયામક એચ.પી.ગોઝારીયાએ બીરદાવી હતી.

- Advertisement -

જાડેજાની વિદાય સંમારભ વેળાએ ખુબ જ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. આજીવન કરેલી કર્મનિષ્ઠાનું ફળ કેવુ હોય, સ્વભાવ, વલણ અને સ્નેહના તાંતણે બંધાયેલા સંબધોની સુગંધ કેવી હોય એ આજે ચરિતાર્થ થયું હતું.

આ તકે ટેકનીકલ આસિસ્ટન્ટ વાય.આર.વ્યાસ, સિનિયર સબ એડિટર પારૂલ કાનગળ, માહિતી મદદનિશ વિરેન્દ્રસિંહ પરમાર, માહિતી મદદનિશ જલકૃતિ મહેતા, કેમેરામેન અનવર સોઢા તથા ગજેન્દ્રસિંહ જાડેજા, દ્રષ્ટિ જોશી, અશ્વિનભાઈ રાઠોડ, અમિત ચંદ્રવાડિયા, સાવન રાડીયા, જયમેશ ગોપીયાણી, નિકુંજ જોશી, ભરત કચોટ, અનિલ વારોતરિયા વગેરેએ ઉપસ્થિત રહી એસ.એન.જાડેજાને શાલ, શ્રીફળ-પડો તેમજ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા અને સુખી નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular